ભુજના લોકોની માગ આખરે સંતોષાઈ, ભુજથી અમદાવાદ નવી ફલાઇટ થશે શરૂ
ભુજ એરપોર્ટ પર હવાઈ સેવા દિન-પ્રતિદિન ઘટી રહી છે. ઘણા સમયથી ભુજથી અમદાવાદની હવાઈ સેવા શરૂ કરવાની માગ ઉઠી હતી. ઉનાળાના સમયપત્રકમાં 3 એરલાઈન્સે દિલ્હી અને અમદાવાદની ફ્લાઈટ શરૂ કરવામાં રસ દાખવ્યો હતો, પરંતુ છેવટે તેમાંથી એક અમદાવાદની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. સ્ટાર એરની ફ્લાઇટ જૂન મહિનાથી શરૂ કરવા આવશે. સરહદી જિલ્લા કચ્છમાં પરિવહનની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી છે. ભુજથી મુંબઈ, અમદાવાદ અને દિલ્હી વચ્ચેની સેવા વધારવા સતત પ્રયત્નો થઇ રહ્યા છે. તો સમયની સાથે હવાઈ સેવામાં વધારાની માગ પણ થતી આવે છે. ત્યારે આવતા મહિનાથી ભુજથી અમદાવાદ સુધી પ્લેન શરૂ કરવાની જાહેરાત સ્ટાર એર દ્વારા કરાઈ છે.