નદીના પ્રવાહમાં તણાતા વ્યક્તિને NDRFએ આપ્યું નવજીવન, જૂઓ વીડિયો... - મહારાષ્ટ્રમાં વરસાદ
મહારાષ્ટ્ર : NDRF ટીમે ભારે જહેમત બાદ નદીમાં ડુબી રહેલા એક વ્યકિતને બચાવ્યો(NDRF team conducted rescue operation in Maharashtra and rescued person) હતો. છેલ્લા અઠવાડિયાથી સતત પડી રહેલા વરસાદને કારણે માવલ વિસ્તારના કુંડમાલમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. એક વ્યક્તિ આ દરમિયાન અચાનક નદીમાં પડી ગયો હતો, અને પ્રવાહમાં તણાઇ ગયો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે પ્રવાસીઓ પર નજર રાખવા માવલ વન્યજીવ અભયારણ્યની એક ટીમ હમેશા માટે સ્થળ પર તૈનાત રાખવામાં આવે છે. આ વ્યકતિને બચાવવા માટે એક પણ ક્ષણની રાહ જોયા વિના NDRF ટીમના સભ્યો સેફ્ટી બોટ સાથે પાણીમાં ઉતરી ગયા હતા. તેમના અથાગ્ પ્રયત્નો થકી તેને બચાવવામાં આવ્યો હતો.