દ્વારકા જિલ્લાના રાવલ ગામે પાણીમાં ફસાયા 6 લોકો, NDRF દ્વારા રેસ્કયૂ - 6 people trapped in water in Raval village
દેવભૂમિ દ્વારકા: ભારે વરસાદને પગલે જિલ્લાના રાવલ ગામે 6 લોકો પાણીમાં ફસાયા હતા. નીલકંઠ મહાદેવ મંદિર પાસે ફસાયેલા 6 લોકોને NDRF ની ટિમ દ્વારા રેસ્ક્યૂ (ndrf rescue) કરવામાં આવ્યા હતા. એક મહિલા સહિત અન્ય 5 લોકોને બચાવી સલામત સ્થળે ખેસડવમાં આવ્યા હતા. તો સેવાભાવી લોકો તેમજ NDRF એ કુતરાના બચ્ચાં તેમજ કુતરાને પણ બચાવી ખુબજ ઉમદા કાર્ય કર્યું હતું.