ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુર્મુનો ગુજરાત પ્રવાસ, શું ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રમશે આદિવાસી કાર્ડ

By

Published : Jul 17, 2022, 8:13 PM IST

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે (Droupadi Murmu Gujarat visit) છે. આજે NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાતના ધારાસભ્યો સાથે બેઠક (Murmu meets Gujarat BJP MLAs) કરી હતી. દેશમાં 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈ એટલે કે સોમવારે આવતીકાલે થવાની છે, જેમાં લગભગ 4800 સાંસદો અને ધારાસભ્યો મતદાન કરશે. આ ચૂંટણીમાં એક તરફ NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ છે, તો બીજી તરફ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા છે. રાજકીય પાર્ટીના સમર્થન અને તેનાથી બનનાર આંકડાના ગણિતની વાત કરીએ તો એનડીએ ઉમેદવારની જીત પાક્કી છે. દ્રૌપદી મુર્મુના સમર્થનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી 2022માં 60 ટકાથી વધુ મત પડવાની આશા છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ ચૂંટણી 2022 માટે 18 જુલાઈએ મતદાન થયા બાદ કાઉન્ટિંગ 21 જુલાઈએ થશે અને નવા રાષ્ટ્રપતિ 25 જુલાઈએ શપથ ગ્રહણ કરશે. જો.કે ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે ભાજપને જે આદિવાસી ડર સતાવી રહ્યો હતો જેમાં NDAના આદિવાસી મહિલા ઉમેદવારને મત આપી જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે..

ABOUT THE AUTHOR

...view details