અમદાવાદમાં અવનવી થીમ સાથે નવરાત્રીની ઉજવણી - અમદાવાદ ન્યુઝ
અમદાવાદ: આસો મહિનાની નવરાત્રી પુર્ણાહુતી થઈ ચુકી છે. નવરાત્રી દરમિયાન અમદાવાદના ખેલૈયા દ્વારા નવીનત્તમ થીમ અને સ્ટાઇલ સાથે પૌરાણિક તેમજ આધુનિક અને ફ્યુઝન સાથે બુક જેવા અલગ-અલગ ગરબા કરતા જોવા મળ્યા હતા. જેમા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો દ્વારા એક અનોખી થીમ સાથે ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. 501 દીવડાની આરતી કરી, દીવડા દ્વારા રંગોળી સ્ટાઇલથી માતાજીની ગરબી શણગારવામાં આવી હતી. સોસાયટીના રહીશો દ્વારા ગરબાના ખેલૈયાઓ રાજપૂતી પાઘડી પહેરીને ગરબે ઘુમતા જોવા મળ્યા હતા. નવરાત્રીના અંતિમ દિવસે ખેલૈયાઓએ ખુબ આનંદ અને ઉત્સાહપુર્વકથી મા અંબાના ચરણોમા ગરબાની રમઝટ સાથે ઉજવણી કરી હતી.