ખાનગી સ્કૂલ બસમાં લાગી ભીષણ આગ, બાળકોનો આબાદ બચાવ - દિલ્હીમાં સ્કૂલ બસમાં આગ લાગી
નવી દિલ્હીઃ દિલ્હીના રોહિણી સેક્ટર 7માં આવેલી એક ખાનગી શાળાના બાસમાં ભીષણ આગ (School Bus Catches Fire In Delhi) લાગી હતી. સ્કૂલ બસ બાલ ભારતી સ્કૂલની હતી અને તેમાં 21 બાળકો હતા. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તે જ સમયે, ત્રણ ફાયર ટેન્ડરો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, બસમાં 21 બાળકો હતા અને તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગ એટલી ગંભીર હતી કે રસ્તાની બંને બાજુ પાર્ક કરાયેલા અન્ય ત્રણ વાહનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અકસ્માત અંગે બાળકોના માતા-પિતાને જાણ કરવામાં આવી છે.