સુરત ભાજપ કાર્યાલય ખાતે આશરે 450 થી વધુ વકીલો પેજ પ્રમુખ બન્યા
સુરતઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને આજે ભાજપ કાર્યાલય ખાતે આશરે 450 થી વધુ વકીલો પેજ પ્રમુખ બન્યા હતા. ફેબ્રુઆરી માસમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવનાર છે. જેને લઇ ભાજપ દ્વારા માઈક્રો પ્લાનિંગ તૈયાર કરવામાં આવી છે. તમામ બેઠકના મતદારો સુધી પહોંચવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પેજ પ્રમુખ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પહેલા પાર્ટીના કાર્યકરો ત્યાર બાદ શહેરના નામાંકિત ડૉક્ટરો આ અભિયાનમાં જોડાયા હતા અને શહેરના આશરે 450 જેટલા વકીલો ભાજપના પ્રમુખ બન્યા છે. શહેરના નામાંકિત વકીલો સાથે પેજ સમિતિનો એક કાર્યક્રમ ભાજપ શહેર કાર્યાલય ખાતે રાખવામાં આવ્યો હતો.