અયોધ્યા રામમંદિર ચુકાદાને લઇ મોરબી પોલીસ એલર્ટ - મોરબી જિલ્લા પોલીસ
મોરબીઃ લાંબા વિવાદ અને ઇન્તેજાર બાદ આખરે અયોધ્યા ચુકાદો આવી ગયો છે અને સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે અયોધ્યા ચુકાદાને પગલે સમગ્ર દેશમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે, ત્યારે મોરબી જિલ્લા પોલીસ પણ સતર્ક છે. અયોધ્યા ચુકાદા અંગે મોરબી જિલ્લા SP જણાવે છે કે, જિલ્લાની તમામ જનતાને સંયમ અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. તેમજ સોશિયલ મીડિયા પર કોઈ અફવા કે મેસેજ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે. મોરબી જિલ્લામાં શાંતિનો માહોલ છે.