યાત્રાધામ દ્વારકામાંથી નોન વેજની લારીઓ બંધ કરાવવા સાધુ સંતો ઉતર્યા મેદાને - દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા: શારદાપીઠના સ્વામીએ (Monks appeal) નોનવેજ (non veg lorries) અને ઇંડાની લારીઓ હટાવવા કરી માગ કરી હતી. દ્વારકા નગરીમાં માસ અને ઇંડાની લારીઓ હોવાથી વૈષ્ણવ ભક્તોમાં ખરાબ છાપ લઈને દ્વારકાથી જાય છે. દ્વારકા અંદર કોઈ પણ પ્રકારના માસ અને ઇંડાની લારીઓ બંધ થવી જોઈએ તેવું સ્વામીજીએ જણાવ્યું હતું. રાજકોટ, જામનગર જેવા શહેરોમાં ઇંડાની લારીઓ પરના નિર્ણયને આવકાર્યો તો દ્વારકામાં પણ આવો નિર્ણય લેવા જણાવ્યું હતું. સાથે જ આ મામલે દ્વારકા (Dwarka) ના ગુગળી 505 બ્રહ્મસમાજના અશ્વિન પુરોહિતે પણ આ મામલે પ્રતિક્રિયા આપી લારીઓ બંધ થવી જોઈએ તે વાતને સમર્થન આપ્યું હતું.