રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ નવા વર્ષની પાઠવી શુભેચ્છા - સાંસદ મોહન કુંડારિયાએ નવા વર્ષની પાઠવી શુભેચ્છા
રાજકોટ: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીક રહેતા અને જનતાનાં પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ઈટીવી ભારતનાં માધ્યમથી વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓએ ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કર્યા બાદ બીજો દિવસ ગુજરાતીઓ માટે નવુ વર્ષ કહેવાય છે. ત્યારે આ દિવસને ખાસ બનાવવા માટે તમામ ગુજરાતીઓ ઉત્સાહ અને ઉમંગ સાથે સગા-સંબંધી અને સ્નેહી મિત્રોને શુભકામના પાઠવતા હોય છે.