વડોદરાની વાનગીને યાદ કરીને વડાપ્રધાન મોદીએ આ વિસ્તારના સ્મરણ વાગોળ્યા, જુઓ શું કહ્યું
વડોદરા: ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ (PM Modi Vadodara Memories) વડોદરામાં જનસંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વડોદરા સાથે જોડાયેલી પોતાની યાદો (PM Modi Gujarat Visit 2022) વાગોળી હતી. આ સાથે વડોદરાના જુદા જુદા વિસ્તારોથી લઈને વાનગી સુધીની યાદ તાજા કરી હતી. વડોદરાથી વારાણસી (PM Modi in Loksabha Election Vadodara) અને ત્યાંથી દિલ્હીની ગાદી સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીએ ભાખરવડી અને લીલા ચેવડાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ વાત કરતા તેઓ આનંદીત થઈ ગયા હતા. જોકે, હકીકત એવી પણ છે કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદી હતા ત્યારે તેમણે વડાદરાની આસપાસના વિસ્તારોમાં ઘણું કામ કરેલું છે.