જેતપુરમાં મોબાઇલની દુકાનમાં તોડફોડ, સમગ્ર ઘટના CCTV માં કેદ
રાજકોટઃ જિલ્લાના જેતપુરના રબારીકા રોડ પર આવેલી પટેલ મોબાઈલ નામની દુકાનમાં અજાણ્યા શખ્સે ઘૂસીને દુકાનમાં ધોકાવડે તોડફોડ કરી દુકાનના કાચ ફોડ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. દુકાનદાર દિનેશભાઇ ગોંડલીયા અને તેના પુત્ર રાહુલ ગોંડલીયાને ઇજા થતાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. CCTVના આધારિત સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.