કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યપ્રધાન રામદાસ આઠવલે વડોદરાની મુલાકાતે - Gujarat News
વડોદરા: કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય પ્રધાન રામદાસ આઠવલેએ આજે 10 ઓક્ટોબરે શહેરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દલિત, આદિવાસી, રાજપૂત, પાટીદાર, જાટ, મરાઠા, હિન્દુ-મુસ્લિમ એમ દરેક જાતિ-જ્ઞાતિ અને સંપ્રદાયની છે. તમામને સામાજિક ન્યાય મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આયુષ્યમાન યોજના હેઠળ પરિવારોને આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. રામદાસ આઠવલે પારૂલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ લીડરશિપ ખાતે છાત્ર સંસદ આયોજિત ભારતીય લોકશાહીમાં યુવાઓની ભૂમિકા વિષયક કાર્યક્રમ સહિતના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા.