અંબાજીમાં ભાદરવી પુનમના મેળાને લીધે શાળાઓમાં મીની વેકેશન - અંબાજી
અંબાજી: યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થવા જઈ રહ્યો છે. અંબાજી વિસ્તારની સાત જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં મીની વેકેશનનો પ્રારંભ થઈ ગયો છે. અંબાજી પંથકની સાત જેટલી શાળાઓ અંબાજી મેળા દરમિયાન આવતા સુરક્ષાકર્મીઓને રહેવા માટેની સુવિધા પૂરી પાડવા માટે આ શાળાનો ઉપયોગ કરાતાં હોવાથી શૈક્ષણિક સંસ્થાઓમાં રજાનો માહોલ સર્જાય છે. શિક્ષણ અધિકારી દ્વારા પણ એક પરિપત્ર જાહેર કરીને આ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી શાળાઓને મેળા ના કામ માટે સોંપી દેવામાં આવે છે.