મહેસાણામાં OBC, ST, SC સંઘઠનોનું બંધનું એલાન - મહેસાણા ન્યુઝ
મહેસાણા: મહેસાણામાં obc, st, sc સંઘઠનો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું બંધનું એલાન કરવામાં આવ્યુ છે, જેમાં BAASના કાર્યકરોને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે, બંધને વહેલી સવારથી મિશ્ર પ્રતિસાદ મળતો હોય તેવુ લાગી રહ્યુ છે. BAASના આગેવાનો અને કાર્યકર્તાઓએ બંધને સમર્થન આપવા બજારો બંધ કરાવવાની ફરજ પડી હતી. જિલ્લા પોલીસ કાફલો બંદોબસ્ત પર હાજર હોવા છતાં BAASના કાર્યકર્તાઓના ટોળાએ મહેસાણાના જાહેર બજારો બંધ કરાવવામાં સફળતા મેળવી હતી. હાલમાં તો મહેસાણા 1મા બજારો બંધ રહ્યા છે. તો મહેસાણા 2મા પણ બજારો બંધ કરાવવા કાર્યકર્તાનો પ્રયાસ ચાલુ છે.