કોરોના કમબેક: વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળી બેઠક - વડોદરાના મુખ્ય સમાચાર
વડોદરાઃ કોરોનાના વધતા જતા કેસોને કારણે વડોદરા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. કોરોનામાં વધારો થતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. જેને પગલે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં ખાસ ટીમ સાથે અગત્યની બેઠક મળી હતી. જેમાં NCDCના વડા ડૉ. સુજીત કુમાર, ડૉ.સૌરભ ગોયલ, તથા ડૉ. હિમાંશુ, OSD ડૉ.વિનોદ રાવ, મ્યુનિસિપલ કમિશનર પી.સ્વરૂપ સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કોરોનાના વધતા કેસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ વર્તમાન પરિસ્થિતિની ચર્ચા કરી જરૂરી નિર્દેશો પર વિચારણા કરવામાં આવી હતી.
Last Updated : Nov 22, 2020, 4:51 PM IST