ગુજરાત

gujarat

ETV Bharat / videos

Bulldozer return from shaheen bagh: શાહીન બાગથી વીલા મોઢે પરત ફર્યુ બુલડોઝર, જાણો લોકોએ શું કર્યું

By

Published : May 9, 2022, 3:40 PM IST

નવી દિલ્હી: કોર્પોરેશનનું બુલડોઝર શાહીન બાગ વિસ્તારમાં અતિક્રમણ હટાવવા પહોંચ્યું, પરંતુ અહીંથી તેને વીલા મોઢે પરત ફરવું પડ્યું (Bulldozer return from shaheen bagh) હતું. કહેવાય છે કે, લોકોએ આ વિસ્તારમાં અતિક્રમણ (Encroachment in Shaheen Bagh) પહેલા જ હટાવી દીધું હતું. જેના કારણે કોર્પોરેશન 2 કલાક દરમિયાન કોઈપણ પ્રકારનું અતિક્રમણ દૂર કરી શક્યું નથી. અહીં બુલડોઝરથી માત્ર એક જ શટરીંગ હટાવવાનું હતું, પરંતુ લોકોએ જાતે જ હટાવી દીધું હતું. મળતી માહિતી સોમવારે સવારે 11 વાગ્યાના સુમારે પોલીસ દ્વારા કોર્પોરેશનને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત (municipal encroachment drive) આપવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ઉપરાંત વધારાનો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. કોર્પોરેશન અને પોલીસની ટીમ લગભગ 11 વાગ્યે શાહીન બાગ વિસ્તારમાં અતિક્રમણ હટાવવા પહોંચી હતી. અહીંના મુખ્ય માર્ગ પર કોઈપણ પ્રકારનું અતિક્રમણ જોવા મળ્યું નથી. કોર્પોરેશનની કાર્યવાહી જોવા માટે આ વિસ્તારના આગેવાનો પણ અહીં હાજર રહ્યા હતા. ખુદ ધારાસભ્ય અમાનતુલ્લા ખાન પણ અહીં દુકાનદારોના સમર્થનમાં ઉભા હતા. લગભગ 2 કલાક સુધી બુલડોઝર અહીં ઊભું રહ્યું, પરંતુ તેઓને કોઈ અતિક્રમણ મળ્યું ન હતું. આ દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓએ દુકાનની બહાર કલરકામ માટે લગાવેલા શટરને ગેરકાયદેસર અતિક્રમણ ગણાવ્યું હતું. તે બુલડોઝર (Shahin baug bulldozer)થી તેને હટાવવા માંગતા હતા પરંતુ જ્યારે લોકોને તેની જાણ થઈ તો તેઓએ જાતે જ શટરીંગ

ABOUT THE AUTHOR

...view details