સિદ્ધપુરમાં માતૃ વંદના કાર્યક્રમ યોજાયો
પાટણ : સિદ્ધપુરનું પૌરાણીક મહાત્મ્ય હોવાથી ભગવાન કપિલ મુનિ અને માતા દેવહુતિના આત્મા બોધની કથા અને તેની સાથે બિંદુ સરોવર નું મહાત્મ્ય જોડાયેલું છે.આ બિંદુ સરોવરના કાંઠે માતૃ તર્પણનો મોટો મહિમા છે.આ ભાવ કથાના અનુસંધાનમાં રાજ્ય સરકારના યુવક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તીર્થના મહિમા વર્ધન માટે અને માતાની વંદનાના પ્રતીક રૂપે માતૃ વંદના કાર્યક્રમનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. માતૃ વંદનાના બે દિવસીય કાર્યક્રમ ને રમતગમત પ્રધાન ઈશ્વરભાઈ પટેલ અને કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો. માતૃ વંદના કાર્યક્રમમાં સિદ્દી ધમાલ લોકનૃત્ય અને આદિવાસી લોકનૃત્યે લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર જમાવ્યું હતું.