મોડાસામાં ગેપ સંસ્થા દ્વારા શ્રમિકોને માસ્ક વિતરણ તેમજ HIV પરિક્ષણ કરવામાં આવ્યું - HIV awareness messages
અરવલ્લીઃ મોડાસાની અંજની વિલા સાઇટ ખાતે શ્રમિકોને કોરોનાની જાણકારી તેમજ માસ્ક વિતરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગેપ સંસ્થા અને ઇન્ટરનેશનલ લેબર ઓરગેનાઇઝેશન ગુજરાત સ્ટેટ કંટ્રોલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રેસિડેન્સી સાઇટ પર કામ કરતા શ્રમિકોના HIV ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ તેમને HIV અંગે જાગૃતિ સંદેશાઓ પણ આપવામાં આવ્યા હતા. આ સંસ્થા દ્વારા સમયાંતરે આ પ્રકારની કામગીરી તેમજ જાગૃતિ અભિયાન થકી લોકોને HIV અંગેની સમજ આપવામાં આવે છે, જેથી લોકો એઇડ્સથી બચી શકે છે.