ભુજ શહેરના મુખ્ય વિસ્તારોમાં માસ્ક ડ્રાઈવ યોજાઈ - Kutch News
ભુજ શહેરના મુખ્ય બજાર વાણીયાવાડ તથા જ્યુબીલી સર્કલ પાસે કે જ્યાં વધારે પ્રમાણમાં ભીડ ભેગી થતી હોય છે, ત્યાં પ્રાંત અધિકારી, પોલીસની ટીમ, મામલતદારની ટીમ તથા ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા એક ડ્રાઈવ કરવામાં આવી હતી. આ ડ્રાઈવમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે લોકો પાસે માસ્ક ન હતા તેમને માસ્ક આપવામાં આવ્યા હતા અને જો આગળના દિવસોમાં કોરોનાની ગાઇડ લાઇનનો પાલન નહીં કરવામાં આવે તો દંડાત્મક પગલાં લેવામાં આવશે તેવા સૂચન પણ આપવામાં આવી હતી. હાલમાં જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે ભુજના પ્રાંત અધિકારી મનિષ ગુરવાની દ્વારા SMSના પ્રોટોકોલ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરના ઉપયોગ કરવાની અપીલ કરાઇ હતી.