તાપીમાં કલામહાકુંભ કાર્યક્રમ અંતર્ગત મહુવાના ધારાસભ્યએ મંજીરા પર અજમાવ્યો હાથ - Kalamahakumbh program Tapi
તાપી: કોરોનાને કારણે અટકી પડેલો કલામહાકુંભ (Kalamahakumbh program Tapi) ફરી સરકારની સૂચના અને ગાઈડલાઈન મુજબ શરૂ કરાયો છે. જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પણ અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિવિધ કલાઓની આઠ જેટલી કૃતિઓ નિર્ણાયકોની ઉપસ્થિતિમાં રજૂ થઈ હતી. કાર્યક્રમ વેળાએ આદિવાસી લોક નૃત્યની કૃતિમાં મહુવા વિધાનસભા બેઠકના ધારાસભ્ય મોહનભાઇ ઢોળીયાએ પણ કલાકારો સાથે મંજીરા (Manjira played by the MLA of Mahuva) વગાડ્યા હતા અને તેમના ધર્મપત્ની પણ બહેનો સાથે આદિવાસી લોકનૃત્યમાં જોડાઈ કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો.