તૌકતે વાવાઝોડાની શકયતાને પગલે દ્વારકાના રૂપણ બંદર પર તંત્રએ સાવચેતીની સૂચના આપી - Devbhoomi Dwarka news
દેવભૂમિ દ્વારકા : સંભવિત વાવાઝોડાને લઈ દ્વારકા જિલ્લા પ્રશાસન સજ્જ થયું છે. જ્યારે દ્વારકાના રૂપણ બંદરના આજુબાજુના ગામડા અને રૂપણને જરૂર પડ્યે સ્થનળાંતર કરવા સૂચના અપાઈ ચુકી છે. જિલ્લામાં સંભવિત તૌકતે નામના વાવાઝોડાને લઈ જિલ્લા પ્રશાસન સજ્જ થયું છે. જ્યારે રૂપણ બંદર ખાતે વાવાઝોડાની સમભાવનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ જો સંભવિત વાવાઝોડાને લઈ વધુ અસર જણાય તો પણ તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવાઈ ચુક્યા છે.