ગબ્બરની તળેટીમાં કિંજલે લલકાર્યું મન મોર બની થનગાટ કરે જુઓ વીડિયો - Kinjal Dave Ambaji live
બે વર્ષ પછી યોજાયેલી ભાદરવી પૂનમના મેળામાં હૈયે હૈયુ દળાય એવી દ્રશ્યો જોવા મળ્યા હતા. એવામાં ગુજરાતની જાણીતી અને માનીતી ગાયક કિંજલ દવેના કંઠમાં ભક્તિ અને વીર રસના ગીત શરૂ થતા લોકોએ મોજ માણી હતી. આ સાથે ગબ્બર પર લાઈટ એન્ડ સાઉન્ડ શૉ સાથે ગબ્બર પર્વતની આરતી પણ કરવામાં આવી હતા. જોકે, જ્યારે કિંજલે મન મોર બની થનગાટ કરે અને પાટણ શેરની નાર પદમણી લલકાર્યું ત્યારે લોકોને મોજ આવી ગઈ હતી. યુવાનો રીતસર ઝુમી ઊઠ્યા હતા. આ સાથે અંબાજીના ડ્રોનના દ્રશ્યો જોવા મળતા ભક્તિ સાથે સંગીતનો લ્હાવો માણવા મળ્યો હતો. Kinjal Dave Ambaji live