ખેડા જિલ્લાના મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે મતદાન કર્યું - gujarat news
ખેડા: આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. જેમાં ખેડા જિલ્લાના મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે મતદાન કર્યું હતું. મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા તાલુકા પંચાયત માટે મતદાન કરવામાં આવ્યું હતું. મહુધાના સણાલી ગામ ખાતે આવેલા મતદાન મથકે તેમણે મતદાન કર્યું હતું. તેમણે કોંગ્રેસ સણાલી બેઠક તેમજ મહુધા તાલુકા પંચાયતમાં સત્તા જાળવી રાખશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ નાગરિકોને મોટી સંખ્યામાં મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.