ધ્રાંગધ્રામાં ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મીને ચલણી નોટોનો કરાયો શણગાર - Dhangadhra news
સુરેન્દ્રનગરઃ ધનતેરસ દિવસે લોકો લક્ષ્મીજીનું પૂજન કરે છે. લોકો મહાલક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા ધનતેરસના દિવસે વિશેષ પૂજા કરે છે. જેના ભાગરૂપે ધ્રાંગધ્રામાં આવેલા મહાલક્ષ્મીજી મંદિરે છેલ્લા 50 વર્ષથી ધનતેરસ દિવસે ચલણી નોટો તેમજ સોનાના આભૂષણો દ્વારા લક્ષ્મીજીની મૂર્તિને શણગારવામાં આવે છે. આ ધનતેરસે પણ મંદિરમાં એક લાખથી વધુ ચલણી નોટોનો શણગાર કરવામાં અવ્યો હતો. જેમાં નવી તેમજ જૂની ચલણી નોટ જેવી કે બે,પાંચ,દસ,વીસ,પચાસ,સો,બસો,પાંચસો,જેવી ચલણી નોટ ઉપયોગ કરીને એક લાખ રૂપિયાની નોટનો શણગાર કરાયો હતો. આ દર્શનનો લ્હાવો લેવા સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી.