Madhavpur Mela 2022 : પ્રથમ વાર રાજ્યના મુખ્યપ્રધાન માધવરાયના વરઘોડામાં રહ્યા ઉપસ્થિત - Madhavpur Mela 2022
પોરબંદર : પોરબંદરના માધવપુર મેળામાં (Madhavpur Mela 2022) માધવરાય અને રુક્મણિના લગ્ન પ્રસંગે યોજાયો હતો. ત્યારે આ મેળામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત (CM Bhupendra Patel joined Madhavraya's Varghoda) રહીને માધવરાયના વરઘોડામાં જોડાયા હતા. માધવપુરમાં 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી મેળાનું આયોજન કરાયું હતું. ત્યારે સરકાર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. 13 મી એપ્રિલના રોજ માધવરાય વરઘોડા દર્શનાર્થે (Madhavpur Mela 2022) મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. પરંતુ પ્રથમ વાર રાજ્યના મુખ્યપ્રધાને આ વરઘોડાના દર્શન કર્યા હોય તેવું બન્યું છે. મુખ્યપ્રધાને વરઘોડા નજીક જઈ દર્શન કરી ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું,