રાજકોટના ધોરાજીમાં લમ્પી વાયરસે મચાવ્યો હાહાકાર - લમ્પી વાયરસથી પશુઓના મોત
રાજકોટ સૌરાષ્ટ્રમાં હાલમાં લમ્પી વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વાયરસના કારણે અસંખ્ય પશુઓના મોત નિપજ્યા છે. લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. જીલ્લાના ધોરાજી તાલુકાના નાનીમારડ ગામમા સૌથી વધુ લમ્પી વાયરસના કેસો નોંધાયા છે. લમ્પી વાયરસના કારણે ભયનો માહોલ સર્જાયો છે. મૃત પશુઓના માલિકને સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી રહી છે.