Bhopal Honor Attack: ભોપાલમાં ભાઈએ શા માટે બહેનની હત્યાનો પ્રયાસ કર્યો, જાણો - Bhopal Honor Attack
ભોપાલઃ અયોધ્યા નગરમાં પોતાની પિતરાઈ બહેનને તેના પ્રેમીની સાથે બાઈક પર બેઠેલી જોઈ તેનો ભાઈ ગુસ્સે થઈ ગયો (Bhopal Honor Attack) હતો. ભાઈએ બંનેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે બંને ના રોકાયા. ત્યારબાદ ભાઈએ મિત્ર સાથે મળીને બંનેને પાઠ ભણાવવાની નિયતથી બાઈક પર સવાર બહેન અને યુવકને પોતાની લોડિંગ (Loading vehicle rammed on Bike in bhopal ) ઓટોથી ટક્કર મારી હતી. તેના કારણે તેની બાઈક 10 મિટર સુધી ઘસેડાઈ (bhopal brother tried to kill sister ) હતી. આના કારણે બંને ઈજાગ્રસ્ત થયા હતા. તો ઘટનાસ્થળ પર છોકરીએ ભાઈ અને પ્રેમી વચ્ચે મારામારી અને વિવાદ પણ થયો હતો. તો પોલીસે પીડિત યુવકની ફરિયાદ પર યુવતીના ભાઈ અને તેની મિત્ર સામે FIR નોંધી છે. સાથે જ લોડિંગ ઓટો (Loading vehicle rammed on Bike in bhopal ) ચલાવનારા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે.