ગુજરાત

gujarat

ETV Bharat / videos

શહેરા ખાતે ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ - વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ

By

Published : Oct 4, 2019, 2:06 PM IST

પંચમહાલ : જિલ્લાના શહેરા ખાતે આવેલી સરકારી વિનયન કોલેજના મેદાનમાં ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી. VCએ ગોધરા અને દાહોદ જિલ્લાની પ્રથમ વોલીબોલ મેચને ટોસ ઉછાળીને મેચની શરૂઆત કરાવી હતી. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગોધરા, કાલોલ, ડભોઇ, દાહોદ, સંતરામપુર, વડોદરા કોલેજની વોલીબોલ ટીમ હાજર રહી હતી. વોલીબોલ મેચ નિહાળવા કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્ય પણ હાજર રહ્યા હતા. કોલેજમાં પ્રથમ વખત આ પ્રકારની ઇન્ટર કોલેજ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details