હિમાચલમાં હાહાકાર: સૂતેલી 3 બાળકી ભૂસ્ખલનમાં દતાઈ ગઈ - હિમાચલમાં વરસાદની મોસમની શરૂઆત
હિમાચલમાં વરસાદની મોસમની શરૂઆત (rainfall in shimla ) સાથે, રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન (landslide in Shimla) અને માર્ગ અકસ્માતો ફરીથી દેખાવા લાગ્યા છે. બુધવારે રાજધાની શિમલામાં ઢાલી સુરંગની સામે પેટ્રોલ પંપની પાસે રસ્તાના કિનારે સૂઈ રહેલી 3 છોકરીઓ ભૂસ્ખલનની ચપેટમાં ( shinla 3 girl trapped in landslide) આવી ગઈ. આ અકસ્માતમાં એક બાળકીનું મૃત્યુ થયું છે, જ્યારે બે ગંભીર રીતે ઘાયલ છે, જેમને સારવાર માટે IGMCમાં દાખલ કરવામાં આવ્યા છે. ભૂસ્ખલન પછી બચાવનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, બાળકી પથ્થરની નીચે દટાયેલી છે અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, યુવતી વારંવાર હાથ હલાવીને મદદ માટે વિનંતી કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ પરિવાર રસ્તાના કિનારે તંબુ બાંધીને રહેતો હતો અને પહાડી પરથી કાટમાળ પડ્યા બાદ તંબુને ટક્કર મારી હતી.