કચ્છના સાંસદે BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી - વડાપ્રધાન નરેન્દ્ર મોદી
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ભુજમાં BSFના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. દેશની સરહદની રક્ષા કરતા આ જવાનો સાથે દિવાળીનો પર્વ ઊજવીને વિનોદ ચાવડાએ તમામ જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંસદે જવાનો સાથે દિવાળીની ઉજવણી કર્યા બાદ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાનો માટે એક દીવો કરવાની અપીલ કરી છે. જેથી પોતાના ઘરથી દૂર રહીને દેશ અને સરહદનું રક્ષણ કરતાં જવાનોના સન્માનમાં પોતાના ઘરમાં દરેક નાગરિક એક દીવો કરે તે જવાનો માટે સન્માનની વાત ગણાશે.