કચ્છ લોકસભા ચૂંટણીમાં BJP ઉમેદવાર વિનોદ ચાવડાનો ઐતિહાસિક વિજય - લોકસભા ચુંટણી 2019
કચ્છઃ જિલ્લાના વર્તમાન સાંસદ અને 2019 લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ આજે ઐતિહાસિક જીત મેળવી હતી. ગત વર્ષે કોગ્રેસના ઉમેદવાર સામે વિનોદ ચાવડાએ 2.54 લાખ મતે જીત મેળવી હતી. આ વર્ષે તે લીડ કચ્છમાં કોગ્રેસના સ્થાનિક ઉમેદવાર અને કચ્છની 7 વિધાનસભા પૈકી 3 વિધાનસભા બેઠકો કોંગ્રેસ પાસે હોવા છતા વધી હતી અને 3 લાખ કરતા વધુ મતોથી વિનોદ ચાવડાએ વિજય મેળવ્યો હતો. કચ્છ મોરબીના મતદારોનો આભાર માનવા સાથે વિકાસના કામોને લીધે લોકોએ તેના પર પંસદગી ઉતારી છે. ભાજપના સંગઠન સાથે વિજય અપાવનાર મતદારોને આભાર માન્યો હતો. વિનોદ ચાવડાએ 6,27,757થી વધુ મતો મેળવ્યા હતા. જ્યાં કોગ્રેસના ઉમેદવારે 3,27,492ની આસપાસ મત મેળવ્યા હતા અને કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડાનો ઐતિહાસિક વિજય થયો હતો.