વલસાડના કોપરલીમાં ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી - ભાવિકો
વલસાડઃ જિલ્લાના કોપરલી ખાતે આવેલા ભગવાન જગન્નાથના ઇસ્કોન ટેમ્પલમાં કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સેંકડોની સંખ્યામાં લોકો ભગવાનના દર્શન અને આરતી માટે જોડાયા હતા. રાત્રે બાર વાગ્યે ભગવાનના જન્મોત્સવ દરમ્યાન મૃદંગના નાથ સાથે ભગવાનની આરતી થઈ હતી. તેમજ હરે ક્રિષ્નાના નાદ સાથે ભાવિકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.