દેશભક્તિની થીમ સાથે પતંગબાજોએ આપ્યો અનેરો સંદેશ - દેશભક્તિની થીમ સાથે પતંગબાજોએ આપ્યો અનેરો સંદેશ
અમદાવાદઃ 14 જાન્યુઆરી સુધી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020માં વિવિધ દેશપ્રદેશના પતંગબાજો સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોની સહેલગાહ કરાવવાની મોજ લઇ રહ્યાં છે. રિવરફ્રન્ટનું આકાશ રંગબેરંગી અને આકર્ષક આકારો ધરાવતાં પતંગોથી શોભી રહ્યું છે. ત્યારે કેટલાક પતંગબાજો પોતાની વિશેષ થીમ સાથે પતંગ સ્પર્ધામાં આવ્યાં છે. જેમાં ભારતના રાષ્ટ્રધ્વજ જેવી પતંગ તેમજ બંદૂક અને હળના આકારની ફીરકી જોવા મળી હતી. તો ગાંધીજીની 150મી જન્મજ્યંતીની ઉજવણીને ધ્યાનમાં રાખીને આવનાર પતંગબાજ પણ જોવા મળ્યાં હતાં. પંજાબના એસએએસનગરથી આવેલાં વરૂણ ચઢ્ઢા રાષ્ટ્રભક્તિનું પ્રતિબિંબ પાડતી ત્રણ પ્રકારની પતંગ લઇને આવ્યાં હતા.