બનાસકાંઠામાં તાલુકા હેલ્થ ઓફિસરે 'ખિલખિલાટ'નું કર્યુ લોકાર્પણ
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લા અને તેની આજુબાજુના એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં 108 એમ્બ્યુલન્સ વાન સાંકડા રસ્તાના કારણે જઈ શકતી નથી તેવા વિસ્તારોમાં પ્રસૂતા માતા અને બાળકને જરુરી એવી તમામ મેડિકલ સુવિધાઓ તાત્કાલિક રીતે મળી રહે અને બાળ મૃત્યુદર ઘટે એવા આશયથી રાજ્ય સરકાર દ્વારા ખીલખીલાટ ઇકો વાનની સુવિધા શરુ કરવામાં આવી છે જેનું લોકાર્પણ દાંતામાં તાલુકા આરોગ્ય અધિકારી એન પી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. અંબાજી પંથકનાં વિસ્તારોમાંથી દર મહીને 100થી 120 પ્રસુતિનાં કેસ અંબાજીની જનરલ હોસ્પિટલમાં આવે છે જેને લઈ આ ખીલખીલાટ વાન વધુ ઉપયોગી બનશે. પ્રસૂતાને હોસ્પિટલ લાવવાની સાથે પરત મુકી જવાનું પણ કામ આ ખિલખિલાટ ઇકો કાર કરશે.