Khedbrahma MLA Jethabhai Thakor : દેશના તમામ ધારાસભ્યો માટે આ ધારાસભ્ય નૈતિકતા-પ્રામાણિકતાનું જીવતું જાગતું ઉદાહરણ...
સાબરકાંઠા : આજના યુગમાં સામાન્ય ગ્રામ પંચાયતની ચુંટણીમાં જીત મેળવનારા ઉમેદવારો પાંચ વર્ષમાં લાખો રૂપિયાની કમાણી કરે છે. ત્યારે ખેડબ્રહ્મા વિજયનગરના ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ (1967 થી 1971) રહી ચૂકેલા જેઠા રાઠોડ આજની તારીખે પણ BPL (MLA on BPL Card in Gujarat) ધારાસભ્ય તરીકે જીવન રહ્યા છે. પાંચ દીકરાઓ તેમજ પાંચ પુત્રવધૂઓનો પરિવાર ધરાવનારા ધારાસભ્ય હાલના તબક્કે સહાય અને સહયોગ ઝંખી રહ્યા છે. ત્યારે સમગ્ર જીવન નીતિમત્તા ઈમાનદારી અને પ્રામાણિકતાથી જીવ્યા હોવા છતાં આજની તારીખે રાજ્ય સરકાર દ્વારા અપાતા BPL કાર્ડનો લાભ મેળવી જીવન વ્યતીત કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સહિત દેશના તમામ ધારાસભ્યો માટે જેઠા રાઠોડ નૈતિકતા અને પ્રામાણિકતાનું જીવતું જાગતું (Khedbrahma MLA Jethabhai Thakor) ઉદાહરણ બની રહ્યું છે. તેમને સમગ્ર જીવન અન્યોનાની સેવા માટે વ્યતિત કર્યું છે. પરંતુ કેટલીક એવી વાત મળી છે કે, સ્થાનિક લોકોના આંખના આંસુ લૂછનાર ધારાસભ્યની આજે પોતાની પરિસ્થિતિ સામે જોવા માટેનો પણ સમય સરકાર પાસે નથી.