ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કેશુભાઈ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી - સાંસદ દેવુસિંહ ચૌહાણ
ખેડાઃ ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના અવસાનને લઈ ખેડાના સાંસદ અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવુસિંહ ચૌહાણે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપના ધરોહર અને સાચા અર્થમાં વટવૃક્ષ સમાન વડીલ કેશુભાઈના નિધનથી ગુજરાત ભાજપ પરિવારને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ઈશ્વર તેમના પરિવારજનોને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ભાજપના કાર્યકર્તાઓને તેમના માર્ગદર્શનની ખોટ હમેશાં સાલશે.આ પળે ઈશ્વરને પ્રાર્થના કરૂં કે તેમને પરમ શાંતિ અર્પે.