નડિયાદ ખાતે ખેડા જીલ્લા ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાયો - latestgujaratinews
ખેડા : નડિયાદ ખાતે ખેડા જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યું હતો.જેમાં પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ,ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારંભમાં ચકલાસી નગરપાલિકાના 12 સભ્યો ભાજપમાં જોડાયા હતા.પ્રદેશ મહામંત્રી અને મધ્ય ઝોનના પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટે 2019 ના વર્ષને ભાજપની સરકારનું સૌથી શ્રેષ્ઠ અને સફળ વર્ષ તરીકે ઓળખાવ્યું હતું.સ્નેહમિલન સમારંભમાં જીલ્લાના પ્રભારી અને પૂર્વ પ્રધાન જયસિંહજી ચૌહાણ,ધારાસભ્યો અર્જુન સિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી,અમૂલના ચેરમેન રામસિંહ પરમાર,પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,મણીભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ,કોષાધ્યક્ષ સુરેન્દ્રભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.