નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડીયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ - પ્રવાસન ધામ
નર્મદા: જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડીયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ થઈ ગયું છે. તંત્ર દ્વારા કેવડીયા પ્રવાસન ધામ જેને સોમવારે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવ્યું છે. સોમવારે નવા વર્ષના તહેવારને લઈને સોમવારે મેન્ટન્સ નહીં કરી તમામ સ્થળો ખુલ્લા મૂકવામાં આવ્યા છે. જેથી હવે મંગળવારે મેન્ટેનન્સ રાખવામાં આવશે, એટલે સોમવારે કેવડીયાના તમામ સ્થળો ખુલ્લા રહેશે.