કેશુભાઇ પટેલનું અવસાન : કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ આપી શ્રદ્ધાંજલિ - પૂર્વ મુખ્યપ્રધાન
કચ્છ : ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના અવસાનને પગલે ગુરુવારે ભુજમાં કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ દુઃખની લાગણી સાથે કેશુભાઈની આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી. કેશુભાઇને શ્રદ્ધાંજલિ આપતા પુરૂષોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં પક્ષને મજબૂત કરવામાં સૌથી મહત્વનો ફાળો આપ્યો છે. કાર્યકર સાથે વ્યક્તિગત અને પારાવારિક સંબંધોનો ઘરોબો કેળવીને અલગ કાર્યશૈલીથી કેશુભાઇએ પોતાની સરકારમાં અનેક સુધારા કરીને ગુજરાતના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે.