લો બોલો : અહીં, ગામલોકો અને રખડતા કૂતરાઓ રીંછનો પીછો કરે છે, જૂઓ વીડિયો
કર્ણાટકના વિજયનગર (Vijaynagar area of karnataka) જિલ્લાના કુડલિગી તાલુકાના ભીમસમુદ્ર, કરાડીહલ્લી, કાડેકોલા, મક્કાનાડકા, ગુન્ડુમુનુગુ અને કુરિહટ્ટી ગામોમાં રીંછની સમસ્યા (Karnataka bear video) વધી છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ (Villagers threat of bear) સર્જાયો છે. ગુડેકોટ રીંછ અભયારણ્ય આ ગામોની નજીક છે. એટલા માટે ખેડૂતોના ખેતરોમાં રીંછ આવી રહ્યા છે. બધે રીંછ જોવા મળતાં ખેડૂતો ખેતરોમાં જતા અચકાય છે. તેમના પાકોનું રક્ષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ગામલોકો અને રખડતા કૂતરા રીંછને ભગાડી રહ્યા છે.