પદયાત્રા સેવા કેમ્પમાં છવાયા કમાભાઈ, બોલાવી ગરબાની રમઝટ - nilesh gadhvi singer
કચ્છના ભુજમાં શ્રી ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા 17મો નમો પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંજના સમયે ભવ્ય ગરબા યોજવામાં આવ્યા હતા. અહીં ગાયક તરીકે નિલેશ ગઢવી તેમ જ પ્રખ્યાત હની ટ્યૂન બેન્ડ દ્વારા મ્યૂઝિક રેલાવવામાં આવ્યું હતું. જોકે અહીં વિશેષ અતિથિ તરીકે કમાભાઈ એટલે કે કમલેશ કોઠારિયાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અહીં કમાભાઈએ ગરબાની રમઝટ બોલાવી હતી. સૌપ્રથમ તો કમાભાઈએ ભારત માતાની જય બોલાવી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાઈલમાં ભાઈઓ અને બહેનો બોલ્યા હતા. આ પ્રસંગે લોકોએ કમાભાઈ સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી. તો ગાયક નિલેશ ગઢવીએ કમાભાઈનું પ્રિય ગીત 'ઘરે જાવું ગમતું નથી' રજૂ કરતા તેઓ ખૂરશી પર ઊભા થઈ ગયા હતા અને ગરબે ઝૂમ્યા હતા. Padyatra Seva Camp in Kutch, kamo kamlesh kothariya, kamo kamlesh kothariya played garba, honey tune band, nilesh gadhvi singer