દેશના પૂર્વ અને પ્રથમ મહિલા-વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ, જૂનાગઢના ધારાસભ્યએ અર્પી શ્રદ્ધાંજલી
જૂનાગઠઃ દેશના પૂર્વ અને રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર દેશભરમાં તેમને શ્રદ્ધાંજલી આવામાં આવી રહી છે. વર્ષ 1984માં આજના દિવસે પુર્વ વડાપ્રધાન ઇંદિરાના અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારે તેમની પુણ્યતિથિના રોજ જૂનાગઢના ધારાસભ્યએ ઈન્દિરાજીને યાદ કરીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મોતી બાગ નજીક આવેલા ઇન્દિરા સર્કલમાં ઇન્દિરા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પ અર્પણ કરી તેમની સહાદત અને તેમના દ્વારા દેશના હિતમાં કરવામાં આવેલા કાર્યોને આજે યાદ કરીને શ્રદ્ધાંજલી અપી હતી.