જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજાએ વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી કરી - jamnagars mla
જામનગર:શહેરના અંધાશ્રમ પાસે નિરાધાર વડીલોનો આશ્રમ જામ રણજીતસિંહ વખતથી ચાલે છે. અહીં મોટી સંખ્યામાં નિરાધાર લોકો રહે છે. જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા દર વર્ષે આ નિરાધાર લોકો સાથે દિવાળીની ઉજવણી કરે છે. દિવાળીમાં લોકો પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે, પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોને પ્રેમ અને હૂંફ આપવા પુરવઠા પ્રધાન દર વર્ષે વૃદ્ધાશ્રમની દિવાળીના દિવસે મુલાકાત લે છે.આ વર્ષે પણ તેમણે વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમજ તેમને મિઠાઈ અને કપડા આપીને વદ્ધોના આર્શીવાદ મેળવ્યા હતા.