જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી - Jamnagar District Police
જામનગર : જિલ્લા પોલીસ વડા દ્વારા હેડક્વાર્ટર ખાતે સ્લમ વિસ્તારના બાળકો સાથે ફટાકડાની આતશબાજી અને મિઠાઈ આપી દિવાળીને ઉજવી હતી. તેમજ એસ પી શરદ સિંઘલ સહિત પોલીસ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. અને જામનગરમાં તળાવની પાળ, પ્રદશન ગ્રાઉન્ડમાં રહેતા ગરીબ બાળકોને હેડક્વાર્ટર ખાતે લવાયા હતા. અને અહીં ફટાકડાની આતિશબાજી કરી સ્લેમ એરિયાના બાળકોને ખુશ કર્યા હતા. વિવિધ સંસ્થાઓ દિવાળીના દિવસે ગરીબ બાળકોને મીઠાઈ સહિતની ભેટ આપતા હોય છે. ત્યારે આ વર્ષે પોલીસ પરિવારે પણ સ્લમ એરિયાના બાળકો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી હતી.
TAGGED:
Jamnagar District Police