જામનગર : હોટલ આરામમાં યોજાયું ક્રિએટિવ એક્ઝિબિશન, મનપાની એસ્ટેટ શાખાએ કરાવ્યું બંધ - જામનગર મહાનગરપાલિકા
જામનગર : હાલ કોરોનાની વૈશ્વિક મહામારી જોવા મળી રહી છે, ત્યારે લોકોની ભીડ એકઠી ન થાય તે માટે અવારનવાર તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે. તેમ છતાં જામનગરની આરામ હોટલમાં એક સાથે 500 જેટલી મહિલાઓ ક્રિએટિવ એક્ઝિબિશનમાં એકઠી થતા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા રેડ કરવામાં આવી હતી. આ ક્રિએટિવ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થતા એસ્ટેટ શાખાના રાજભા તેમજ સુનિલભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે તેમને ટેલિફોનિક પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરી અને ઘટના સ્થળે જ બોલાવ્યા હતા, પણ પોલીસે કોઇ કાર્યવાહી ન કરી હતી. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા હાલ હોટલને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.