ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગુજરાતના આ શિવલિંગ પર કુદરતનો જળાભિષેક, જૂઓ અદ્ભુત Video

By

Published : Jun 30, 2022, 2:37 PM IST

દ્વારકાઃ ગુજરાતમાં ફરવા માટેના ઘણા સ્થળો છે, ત્યારે ખાસ કરીને આજે એ જગ્યા વિશે વાત કરીશું. દ્વારકાથી 2 કિમી દૂર અરબી સમુદ્રમાં એક ટેકરી પર આવેલા ભડકેશ્વર મહાદેવ મંદિરના ( Bhadeshwar Mahadev Temple Dwarka) દ્રશ્યો જોઈને લોકો અભીભૂત થઈ જાય છે. આ સાથે જ, જ્યારે ચોમાસાની સિઝનમાં આ મંદિરના દ્રશ્યો કંઈક અલગ જ હોય છે. આ મંદિરની સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો બહુ ઓછા છે. આ શિવલિંગ લગભગ 5,000 વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં દેખાયું હતું, જેને આજે ભડકેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર દ્વારકાથી 2 કિમી દૂર અરબી સમુદ્રમાં એક ટેકરી પર આવેલું છે. ચોમાસાની સિઝનમાં, મહાદેવ સ્વયં મહાદેવના આશીર્વાદ શિવલિંગને જળથી અભિષેક કરીને મેળવે છે. આ સુંદરતાનું વર્ણન કરવા કદાચ શબ્દો બહુ ઓછા પડે . આ મંદિરની વિશેષતા એ છે કે, ખારા સમુદ્રની વચ્ચે આવેલું હોવા છતાં તેની ભવ્યતા અકબંધ છે. દરિયાની ખારાશ પણ આ શિવલિંગને ખરાબ કરી શકતી નથી.

ABOUT THE AUTHOR

...view details