પ્લેટફોર્મ પર ઊલટા લટકાવ્યા, વૃદ્ધને નિર્દયતાથી લાતો અને મુઠ્ઠીઓથી માર - जबलपुर लेटेस्ट न्यूज
જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરમાંથી એક ચોંકાવનારો વીડિયો (Police Jawan beat up elderly In Jabalpur) સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પોલીસનો યુનિફોર્મ પહેરેલો એક જવાન એક વૃદ્ધ વ્યક્તિને નિર્દયતાથી લાતો અને મુઠ્ઠીઓથી માર મારતો જોવા મળે છે. આ દરમિયાન વૃદ્ધને પણ પ્લેટફોર્મ પર ઊલટા લટકાવવામાં પણ આવ્યા (Dragged Elderly on Railway Platform) હતા. વીડિયો જબલપુર રેલવે સ્ટેશનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. GRP અને RPF બંને વીડિયોની તપાસમાં લાગેલા છે. પોલીસ જવાનની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ વીડિયો પ્લેટફોર્મ પર ઉભેલી ટ્રેનની અંદરથી એક મુસાફરે બનાવ્યો હતો અને તેને વાયરલ (Elder man Beaten Video viral) કર્યો હતો.