રાજકોટ જિલ્લામાં ઝાકળ વર્ષાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી - Damage to cumin crop
રાજકોટઃ જિલ્લાના ગોંડલ, શાપર, કોટડાસાંગાણી, જસદણ, આટકોટ, વીરપુર, જેતપુર, ધોરાજી સહિતના વિસ્તારોમાં કમૌસમી વરસાદ બાદ ગાઢ ઝાકળ વર્ષા જોવા મળી હતી. ઝાકળ વર્ષાને કારણે માર્ગો પર વાહન ચાલકોને વાહનોમાં લાઈટો ચાલુ રાખી ને વાહન ચલાવવા પડ્યા હતા. ઝાકળને લઈને વાહન ચલાવવા ભારે મુશ્કેલી પડી હતી. ઝાકળ વર્ષાને કારણે ખેડૂતોમાં ચણા, જીરાના પાકમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે.