ખેડામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર, પાકને જીવતદાન - Rain in Kheda
ખેડા: જિલ્લામાં લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો. જે બાદ છેલ્લા કેટલાક દિવસોથી વાદળો છવાતા વરસાદી માહોલ છવાયો છે. ગુરુવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા આનંદની લાગણી ફેલાઈ છે. નડિયાદ, ડાકોર, ઠાસરા, મહુધા, મહેમદાવાદ, ખેડા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમીધારે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાતા બફારા અને ઉકળાટથી રાહત થઈ છે. જિલ્લામાં સૌથી વધુ વસો તાલુકામાં 38 MM વરસાદ નોંધાયો છે. નડિયાદ તાલુકામાં 32 MM, મહેમદાવાદ તાલુકામાં 11 MM, મહુધા તાલુકામાં 22 MM, ઠાસરા તાલુકામાં 10 MM, કઠલાલ તાલુકામાં 13 MM, કપડવંજ 4 MM, ખેડા તાલુકામાં 12 MM, માતર તાલુકામાં 13 MM તેમજ સૌથી ઓછો ગળતેશ્વર તાલુકામાં 2 MM વરસાદ નોંધાયો છે.